ALPESH TRIVEDI – DHORAJI
ગોંડલ ડિવીઝન હડતાલ ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનીયન ફેડરેશન આદેશ અનુસાર પોસ્ટલ વિભાગીય ૧૦ માંગણીઓના અમલીકરણ કરાવવા માટે આજ રોજ એક દિવસની હડતાલ પર ઉતરી ગયાં છે લાંબા ગાળાની પડતર માંગણીઓમાં મુખ્ય માંગો આ પ્રમાણે છે : (૧) વર્ષ ૨૦૧૫ થી ગૃપ C માં કોઈ ભર્તી થઈ નથી. (૨) GDS કમીટીનો પગાર સુધારણા અમલ કરવો, પાર્ટટાઈમ કન્ટીજન્ટી સ્ટાફ ને ૧-૧-૨૦૦૬ થી લેણું એરિયર્સ તેમજ ૨૦-૬ નવું વેતન લાગું કરવું. (૩) નવી સ્કિમ તેમજ ટેકનોલોજી અમલથી કર્મચારી ઓની હેરાનગતિ દૂર કરવી. (૪) નવી પેન્સન પ્રથા રદ કરવી. (૫) પોસ્ટલ ઓપરેટીવ સ્ટાફને પાંચ દિવસનું અઠવાડિયા અમલ કરવું. (૬) ફેડર રિસટરાયરીંગનો અમલ કરવા ફેડરેશનનાં સુચના મુજબ કરવો. (૭) ખાનગી કરણ અટકાવવું. (૮) ખાલી જગ્યાઓ તાકીદે ભરવી.
જેવી માંગોને લઈને દેશભરમાં પોસ્ટલ RMC વહીવટ GDS સહીત નો સ્ટાફ એક દિવસ ની હડતાલ પર ઉતર્યા છે ગોંડલ ડિવીઝન નો સઘળો સ્ટાફ જોડાય ને લડત મજબુત બનાવેલ છે આગામી સમયમાં હજુ વધું તેજ લડત ચલાવાશે આ હડતાલ ને લીધે લોકો નાં વ્યવહાર ઠપ્પ થઈ ગયાં હતાં