Saturday, December 28, 2024
Google search engine
HomeDhoraji - ધોરાજીધોરાજી રોડ, રસ્તાઓ, ભૂગર્ભ ગટરની કામગીરીને ભભૂકતા લોક રોષને લઈને કલેકટર, પીડબલ્યુડી,...

ધોરાજી રોડ, રસ્તાઓ, ભૂગર્ભ ગટરની કામગીરીને ભભૂકતા લોક રોષને લઈને કલેકટર, પીડબલ્યુડી, પાણી પૂરવઠા, નગરપાલિકા કચેરી, પોલીસ અધિકારી તથા મામલતદાર સહિતના જવાબદારોની ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે તાત્કાલીક મીટીંગ બોલાવાઈ

 

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

 

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજી રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્ર્ને લઈને ઘણા સમયથી ધોરાજીની આમ જનતા હેરાનગતિ વેઠીને હેરાન પરેશાન થયેલ તથા ધોરાજીની મહીલાઓએ રણચંડી બનીને ઘણી વાર ચક્કાજામ તથા અન્ય આંદોલન પણ કરેલ પણ કાંઈ તંત્ર ના પેટનું પાણી પણ નહોતું પડયું અને આમ જનતાની વ્હારે વકીલ મંડળ દ્વારા કોર્ટમાં કેસ પ્રક્રીયા કરીને ઘણી વખત રેલી મોટરસાયકલ રેલી તેમજ મીટીંગ કરી બંધનું એલાન કરતાં તથા કોગ્રેસે પણ ઘણા આવેદનપત્ર તથા વિરોધ સમગ્ર ધોરાજીમાં વિવાદ થયો હતો તથા શનિવારે સવારે ત્રણ દરવાજા પાસે જ કોગ્રેસ કાર્યકરોએ આત્મ વિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો શહેરમાં વધતી જતી ફરીયાદો તથા તંત્ર અને કોન્ટ્રાકટરોની મનમાની અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો તેમજ શહેરમાં આમ જનતા નો વધતો જતો રોષ જેથી આજરોજ રાજકોટ જીલ્લાના કલેકટર ધોરાજી દોડી આવ્યા ધોરાજીની જિલ્લા કલેક્ટરે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે તાત્કાલિક મિટિંગ બોલાવી ધોરાજી રોડ રસ્તાની કામગીરી કરતી એજન્સીઓ અને નગરપાલિકા, માર્ગ મકાન, પોલીસ સહિતના અધિકારીઓની મિટિંગ કરી હતી.

શહેરમાં ચાલતા રોડ રસ્તા, ભૂગર્ભ ગટરોના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા આપ્યા તપાસના આ દેશો કલેક્ટરે ચોમાસા પહેલા શહેરના રોડ-રસ્તાના કામો પૂર્ણ કરવા કડક હાથે પગલા  ભરવાના આદેશો આપતા શહેરભરમાં ચકચાર ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખને તાકીદ કરાઇ છે તથા રોડ રસ્તા સાથે જોડાયેલા બધી એજન્સી સાથે મીટીંગ કરી કરાઇ હતી કલેકટરે પણ જણાવેલ કે શહેરમાં ઘણા સમયથી રોડ રસ્તા ગટર પ્રશ્ને વિવાદ ઉભો થયો છે રીસરફીંગ કામગીરીને ભૂગર્ભ ગટર કામ ચાલી રહયું છે આ કામોમાં મોટાપાયે ફરીયાદો મળી છે જેનાં અનુસંધાને પ્રાંતઅધિકારી 133 નીચે અગેનસ માં ઓર્ડર આપ્યો હતો જે ઓર્ડરને સેસન્સ કોર્ટે પણ કાયમી રાખવામાં આવ્યો છે તથા વધારાનાં પગલાં લેવામાં આવશે 1 લાખની વસ્તીનો નગરપાલિકા વિસ્તાર છે જેમાં રસ્તાનાં કામો વરસાદ પહેલાં કંપલીટ થાય અને સ્પેશીયલી મેઈન રસ્તાઓ તાત્કાલીક અસરથી થાય જેનાં માટે સમીક્ષા કરવામાં આવી હતી જે તે સંસ્થા ને તાકીદ પણ કરવામાં આવી છે રોજેરોજ એક્શન લે, રોજેરોજ કામગીરી વધે, વ્યવસ્થીત કામ થાય તે માટે પ્રાંતઅધિકારીના અધયક્ષ સ્થાને વીજીલન્સ કમીટીની રચના કરી છે સાથોસાથ પોલીસને પણ જે તે જવાબદારો સામે તપાસ કરાવીને રીપોર્ટ કરવામાં આવે થર્ડ પાર્ટી વીલીનસમાં ધ્યાને આવ્યુ છે કે અમુક કામો નબળા હોવા છતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવે છે જેથી થર્ડ પાર્ટી વીલીનસ ને પણ તાકીદ કરી છે તથા ફરીથી સેમ્પલ લેવામાં આવે અને કલેકટર કચેરી દ્વારા લેબોરેટરી માં ચેકીંગ કરવામાં આવશે તથા જવાબદારો સામે કડક થી કડક પગલાં લેવાં માં આવશે નગરપાલિકા કચેરી ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ ને નોટીસ પણ અપાય છે તથા માનનીય મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી ની સુચના મુજબ તાત્કાલીક અસર થી સમય મર્યાદા માં લોકો ને તકલીફ ન પડે તે રીતે વ્યવસ્થીત કામો કડક થી કડક કાર્યવાહી કરો ને અમલી કરણ પણ કરો જોવાં નું એ રહયું કે કેટલું ઝડપથી રોડ રસ્તા ગટર ની કામગીરી થાય છે અને સારી કામગીરી થાય છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે પણ ધોરાજી ની દરેક જનતા મહેનત રંગ લાવી ખરાં ને આમ જોતાં તંત્ર પણ સફાળું  જાગયુ ખરાં ચમત્કાર વિના નમસ્કાર નહિ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments