ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગોકળગાયની ગતિએ ચાલતા ભૂગર્ભ ગટરના કામને લઈને અવારનવાર લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે.તેમ છતાં નગરપાલિકા તંત્રની શાન ઠેકાણે ન આવતા ધોરાજીના લોકોએ આજે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી જેતપુર રોડ જનાના હોસ્પિટલ ખાતેથી નિકળી હતી.જેમાં મોટી સંખ્યામાં બાઈક સવારો સાથે શહેરના ડોક્ટરો,માજી સૈનિકો, વેપારીઓ સહિતના લોકો જોડાયા હતાં.શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરોના ખોદાણોને લઈને રોડ રસ્તાની હાલત ખરાબ થવા પામી છે.
જેમને લઈને ધોરાજીના શહેરીજનોએ અનેક વખત આંદોલનના અપનાવેલા માર્ગના અંતે જનતાએ ખખડાવેલ ન્યાયતંત્ર તંત્રના દ્વાર બાદ પણ પરિણામ ના મળતા આજે આ નિકળેલ જનઆક્રોશ રેલીમાં બહોળી સંખ્યામાં સ્વેચ્છાએ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ સાથે જ રેલીના પ્રારંભ સાથે સતત રેલીમાં લોકોનો વધારો થતો જોવા મળ્યો હતો…રેલી દરમિયાન નથી ચાલવા લાયક રસ્તા છતા ધોરાજીમાં ઘરની ધોરાજી,પબ્લિકના પૈસા બગાડનારાઓને જેલ ભેગા કરો,નગરપાલિકા સુપરસીડ કરો સહિતના બેનરો જોવા મળ્યાં હતાં. તમેજ રેલી દરમિયાન ભ્રષ્ટાચાર બંધ કરોના નારાઓ ગુંજતા જોવાં મળ્યાની સાથે રેલી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે પહોંચી હતીં.અને સૂત્રોચ્ચારો કરીને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવીને ભૂગર્ભ ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચારમાં જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી તથા આ રેલી માં કોઈ અનિચ્છા બનાવ ન બંને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો