ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીમાં P.G.V.C.L. પેટા વિભાગીય કચેરી લોક દરબાર યોજાયો ગ્રાહકોની ફરિયાદ, રજૂઆત સમય મર્યાદામાં નિરાકરણ થાય અને પ્રજાને સ્થાનિક પક્ષનો ઉકેલ પેટા વિભાગીય કચેરી કક્ષાએથી થાય તે હેતુથી ધોરાજી વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની પેટા વિભાગીય કચેરી માં પત્રક મુજબનું “લોક દરબાર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અધ્યક્ષશ તરીકે કાર્યપાલક ઇજનેરશ્રી હાજર રહી લોકોના પશ્નો સાંભળી નિરાકરણ કરશે અને જરુર જણાયે યોગ્ય કાર્યવાહી માટે સુચના આપશે. આ કાર્યક્રમ નીતિ વિષયક અને કોઈ પણ કોર્ટમાં પડતર હોય તેવા પશ્નો સિવાયનાં ગ્રાહકો માટે સ્પર્શતા પશ્રનો જેવાં કે નામ ટ્રાન્સફર વગેરે અંગે જરૂરીયાત આધાર સાથે લેખિતમાં સબંધિત નાયબ ઇજનેરશ્રી પેટા વિભાગિય કચેરી લોક દરબાર 02 દિવસ પહેલા પહોંચાડવાનું રહેશે. લોક દરબારના દિવસે રજૂઆત કરતા પોતાનાં પશ્નો વિગતો સાથે અવશ્ય હાજર રહેવાનું રહેશે. ધોરાજી ગ્રામ્યનો તા.14/07/2017 પેટા વિભાગીય કચેરી ધોરાજી ખાતે અને ધોરાજી શહેરનો તા.13/07/2017 પેટા વિભાગીય કચેરી ધોરાજી ખાતે લોક દરબાર યોજવામાં આવેલ છે.