THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ની સરસ્વતી શીશુ વિદ્યામંદિર, મંડાવાવ રોડ ખાતે આજે તા. ૦૪/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ ધ કેવલ કો – ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી. દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડો.હાર્દિક પંડ્યા – ફેફસાના રોગનાં નિષ્ણાત, ડો.મેહુલ ધાનકી – બાળ રોગ નિષ્ણાત, ડો.શશાંક ભટ્ટ – સ્ત્રી રોગ નિષ્ણાત, ડો.હાર્દિક ભોંકણ – જનરલ સર્જન, ડો.ચૈતાલીબેન કોઠીવાલા – જનરલ ફીઝીશીયન, ડો. સુરભીબેન કુમાર – ચામડીના રોગનાં નિષ્ણાત, ડો. વિક્રમ ઠાકોર – દાંતના નિષ્ણાત, ડો. ભરત શુક્લા – નાક, કાન અને ગળાના રોગનાં નિષ્ણાત, ડો. અરવા દાલરોટી – ફીઝીયો અને ડો. અલેફીયા રાજા – ફીઝીયો જેવા સર્વ રોગોના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા દરેક રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ કેમ્પ સવારના ૦૯:૦૦ કલાકે શરૂ કરવામાં આવ્યો હતો અને બપોરના ૦૨:૦૦ કલાક સુધી ચાલુ રહેલ અને આ કેમ્પનો અંદાજે ૨૦૦ લોકોએ લાભ લીધો હતો.
આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ધ કેવલ કો – ઓપરેટિંગ ક્રેડિટ સોસાયટી લી. દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં આ કેમ્પમાં ડાયાબિટીસ તપાસ, કાર્ડિયોગ્રામ ફ્રી માં અને ECHO અને બ્લડ ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવ્યાં હતાં.
આ કેમ્પમાં ધ કેવલ કો – ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. નાં ચેરમેન ડો. સ્નેહલભાઈ સોની, વાઇસ ચેરમેન નિલેશભાઈ અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી સોનલબેન લાલપુરવાલા, સેક્રેટરી શ્રીમતી મયુરીબેન લાલપુરવાલા, ડાયરેક્ટર મિતેષભાઈ જૈન, ગિરીશભાઇ શર્મા અને પવનકુમાર અગ્રવાલ હાજર રહ્યા હતા.
CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE