
THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં સફાઈ અભિયાનને લઇ વેપારી મંડળની રજુઆતોને પગલે નગરમાં તાલુકા વિકાસ અધિકારી પોતાના સ્ટાફ સાથે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. ડેપ્યુટી કલેકટર તરીકે નિમણૂક પામેલા અને 53 દિવસ માટે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા એચ.ડી. મકવાણાએ સંજેલીની સફાઈ બાબતે વેપારી મંડળની બેઠક તા.૦૪/૦૬/૨૦૨૧ ને શુક્રવારના રોજ યોજી હતી. અને સફાઈ બાબતે લોકોની રજૂઆતો સાંભળી હતી. જેમાં સંજેલી મામલતદાર પી.આઈ. પટેલ તેમજ સંજેલી ગ્રામ પંચાયત સરપંચ કિરણભાઈ રાવત, આરોગ્ય અધિકારી ડૉ.આલમ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ બાબતે ચર્ચા કરી નગરને સ્વચ્છ રાખવા માટે તાલુકા પંચાયતના ગેટ પાસેથી જ અધિકારીઓની હાજરીમાં જ સફાઇ અભિયાનની શરૂઆત કરાવી હતી.