નવજીવન સાયન્સ કૉલેજ દાહોદ IQAC અને NIIT દ્વારા નવજીવન સાયન્સ કોલેજ,દાહોદના ઉદિશા એકમ (પ્લેસમેન્ટ સેલ) અને NIIT દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન શિવમ તિવારી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે ચર્ચા – વિચારણા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓના આવનાર સમયમાં તેઓને જરૂરી નીવડી શકે અને તેઓને આગળ જતાં કરિયર માટે નિર્ણય લેવામાં મદદરૂપ નીવડી શકે. એ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.ગૌરાંગ ખરાડીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું તેમજ તમામ કાર્યક્રમનું સંચાલન ઉદીશા પ્રોગ્રામ કોર્ડીનેટર ડૉ.વિશાલ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.
HomeDahod - દાહોદનવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ઉદીશા એકમ અને NIIT દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું...