FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તા.૨૮/૦૧/૨૦૧૮ રવિવારના રોજ સંજેલી તાલુકાની ચાર (૪) માધ્યમિક શાળા અને ફતેપુરા તાલુકાની ચાર (૪) માધ્યમિક શાળા વચ્ચે ફતેપુરા તાલુકાનાં બલૈયા ગામ ખાતે આવેલ કૃષિ માધ્યમિક શાળામાં કબડ્ડી, ખો-ખો, દોડ, વોલીબોલ જેવી રમત ગમત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કબડ્ડી, ખો-ખો, અને દોડમાં સંજેલીની અભિનંદન વિદ્યાલયએ પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે ડો.શિલ્પન આર.જોશી મેમોરિયલ હાઈસ્કૂલે વોલીબોલમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિજેતા ટીમને મેડલ પહેરાવ્યું હતું.