ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો..શાળાના ટ્રસ્ટી સરદારસિંહ બારીયા, નહેરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલભાઈ ડામોર, મનીષાબેન જયેશભાઇ સંગાડા, દિલીપભાઈ મકવાણાના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ રમત ગમતની શરૂઆત કરાઈ.
કબડ્ડી, ખો ખો, 100 મીટર , 400 મીટર દોડ, ગોળા ફેંક જેવી રમતો રમાઈ જેમાં લગભગ 90 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો. જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ ને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવ્યા.
નહેરુ યુવા કેન્દ્ર ના રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલભાઈ ડામોર તથા મનીષાબેન જયેશભાઇ સંગાડા દ્વારા આચાર્ય ભેદી રણછોડભાઈ ભૂરાભાઈ, સુપરવાઈઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરીઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના તમામ બાળકો, સ્ટાફને નહેરુ યુવા કેંન્દ્ર દ્વારા નાસ્તો કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી..
આજના તાલુકા કક્ષાના કાર્યક્રમ વિજેતા બાળકોને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્યકક્ષાએ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.