THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે યુવા છાત્રોને માર્ગદર્શન આપ્યું
નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન-ભારત સરકાર, જીલ્લાના યુવાઓ સાથે સંકળાઈને અનેક પ્રવૃત્તિઓ હાથધરી યુવાઓના વ્યક્તિત્વવિકાસ, સમાજઘડતર અને રાષ્ટ્રવિકાસની પ્રવુતિઓમાં સહભાગી બની રહયુ છે. એજ ક્રમમાં સંગઠનનાં દાહોદ કેન્દ્ર દ્વારા આ વર્ષે જીલ્લા યુવા સાંસદ નો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ થી ૨૯ વર્ષ સુધીના NYKS અથવા NSS થી જોડાયેલા ૯૬ યુવક-યુવતીઓ દ્વારા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા પસંદગી કરેલ ભાગ લેનાર યુવક-યુવતીઓ ને વિષયની વધુ સમજ આપવા માટે જીલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ દ્વારા યુવા સંસદમાં ચર્ચાનાં મુદ્દાઓમાં જીલ્લાની ગંભીર સમસ્યા સ્થાનાન્તરણ કેવી રીતે અટકાવીએ અને અભ્યાસનાં પરિણામો કેવી રીતે સુધરી શકે, આ બન્ને બાબતોમાં દાખલા સાથે સરળ શબ્દોમા ભાગ લેનાર યુવક-યુવતીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. આ પ્રસંગે નવજીવન સાઈન્સ કૉલેજનાં પ્રિન્સિપલ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહયા હતા.
આ વર્ષે કાર્યક્રમ નહેરૂ યુવા કેન્દ્ર અને યુનાઇટેડ નેશન ડેવલ્પમેન્ટ પ્રોગ્રામનાં સંયુક્ત ઉપક્રમે યોજાવવામાં આવી રહ્યો છે જેમાં જ્યુરી દ્વારા પસંદગી કરેલ ઉત્તમ પ્રદર્શન કરવા વાળા યુવાઓ ને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુવા સંસદમાં ભાગ લેવાની તક મળશે.