દાહોદ જિલ્લાના નોંધાયેલા શાહુકારો તેમજ નાણા ધીરધારની પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામે ઇ – કોઓપરેટિવ પોર્ટલ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નવા રજીસ્ટ્રેશન તેમજ રીન્યુઅલની તમામ કામગીરી ઓનલાઇન કરાશે. આ માટેની અરજીઓ www.ecooperative.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન કરવાની રહેશે. જે અંગે માર્ગદર્શનની જરૂરિયાત જણાય તો અત્રેની કચેરીનો રૂબરૂ અથવા તો હેલ્પ ડેસ્ક નં. ૦૨૬૭૩ ૨૩૯૧૮૦ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ શાહુકારોના નિબંધક અને જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, દાહોદે જણાવ્યું છે.
નાણા ધીરધાર કરનારાઓએ નવા રજીસ્ટ્રેશન તેમજ રીન્યુઅલની કામગીરી ઓનલાઇન કરવાની રહેશે
RELATED ARTICLES