PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના નાની બોરીયાલી ગામની ચૌદ વર્ષીય સગીર યુવતીનું ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના યુવકે તેની પત્ની તરીકે રાખવા તેના એક સાથીદાર સાથે મળીને ગરબાડા ગામમાંથી અપહરણ કરેલ છે, આ બાબતે અપહ્યત યુવતીના પિતાએ સગીર યુવતીનું અપહરણ કરનાર નઢેલાવ ગામના યુવક તથા તેના એક સાથીદાર વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના નાની બોરીયાલી ગામમાં રહેતા દિનેશભાઈ નગુભાઈ પરમારની ચૌદ વર્ષ ચાર માસની સગીર પુત્રી તારીખ.28/08/2017 ના રોજ તેની માતા સાથે ગરબાડા શાકભાજી તથા ઘરનો સમાન લેવા આવી હતી. યુવતીની માતા ગરબાડા સારંગ સ્ટુડિઓવાળી ગળીમાં રોડ ઉપર લારી ઉપરથી બંગડીઓ લેતી હતી તે દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં નઢેલાવ ગામનો દિનેશભાઈ તેરાભાઈ ભાભોર તેના એક સાથીદાર સાથે મોટર સાઇકલ ઉપર આવી દિનેશભાઈ નગુભાઈ પરમારની ચૌદ વર્ષીય સગીર પુત્રીને લલચાવી, ફોસલાવી તેની પત્ની તરીકે રાખવાના ઇરાદે દિનેશભાઈ નગુભાઈ પરમારના વાલીપણામાંથી મોટર સાઇકલ ઉપર બેસાડી અપહરણ કરી લઈ ગયેલ છે.
આ બાબતે અપહ્યત સગીર યુવતીના પિતા દિનેશભાઈ નગુભાઈ પરમારે તેમની સગીર પુત્રીનું અપહરણ કરનાર નઢેલાવ ગામના દિનેશભાઈ તેરાભાઈ ભાભોર તેના એક સાથીદાર વિરુદ્ધ આજ તા.10/09/2017 ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.85/17 ઇ.પી.કો.કલમ. 363, 366, 114 તથા પોકસો એક્ટ કલમ.8, 16, 17 મુજબ નઢેલાવ ગામના દિનેશભાઈ તેરાભાઈ ભાભોર તથા તેના સાથીદાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.