Thursday, March 28, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે કડાણા જળાશય આધારીત દાહોદ જિલ્લાની ઉદ્દવહન સિંચાઇ યોજનાનો...

ગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે કડાણા જળાશય આધારીત દાહોદ જિલ્લાની ઉદ્દવહન સિંચાઇ યોજનાનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો

PRIYANK CHAUHAN – GARBADA

આજ તા.૧૦/૦૯/૨૦૧૭ ના રોજ ગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે કડાણા જળાશય આધારીત દાહોદ જિલ્લાની ઉદ્દવહન સિંચાઇ યોજનાનો શુભારંભ (ખાતમુર્હુત) કાર્યક્રમ માન.કેન્દ્રિય મંત્રીશ્રી(રા.ક) શ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ માન.મંત્રી રાજ્ય કક્ષા શ્રી નાનુભાઈ વાનાણી તથા માન.મંત્રી રાજ્ય કક્ષા બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, લીમખેડા ધારાસભ્ય વિછિયાભાઈ ભુરિયા, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરિયા, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ, જિલ્લા કલેક્ટર જે. રંજીથકુમાર તથા અન્ય અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

આ કાર્યક્રમના મંત્રી બચુભાઈ ખાબડે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી જણાવ્યુ હતું કે, 120 કિમીની પાઇપલાઇન કડાણાથી મારા ગરબાડા તાલુકાના પાટાડુંગરી જળાશયમાં પાઇપલાઇનથી પાણી નાંખીને તાલુકાના ગામ બારમાસી સિંચાઇનું પાણી પિયતનું બારેમાસ મળે એનું આજે ખાતમુર્હુત કરીએ છીએ. ખેતરમાં પાણી આવશે તો પથ્થરમાંથી પાણી કાઢનારો અમારો આદિવાસી આધુનિક ખેતી કરી ચાર પાક લઈ પોતાના દીકરા દીકરીને ભણાવશે, સ્મૃદ્ધ બનશે. આ જળાશય માંથી બધા ગામોની અંદર નદી, નાળા, ચેકડેમ, તળાવો બધુ ભરીને એના દશ કિમીના વિસ્તારની અંદર ઉદ્દવહન સિંચાઇ યોજનાના માધ્યમથી એના ખેતરમા પાણી પહોંચે એના માટેની આ અમારી૧૩૦૦ કરોડ રૂપિયાની સિંચાઇની યોજના અને ૮૯૦ કરોડ રૂપિયાની પીવાના પાણીની યોજના તમને આજે સમર્પિત કરીને તમારી વચ્ચે આ યોજનાનો શુભારંભ કરવા મારા પાણીદાર મંત્રી અને મારા કેન્દ્રના બંને મંત્રીઓ અને અહી મંચ ઉપર બેઠેલ સંગઠનની આખી ટીમ, ચૂંટાયેલા અને તમે બધા આવ્યા છો.

મંત્રી નાનુભાઈ વાનાણીએ પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી જણાવ્યુ હતું કે, દાહોદના આદિવાસી ભાઈઓ તથા બહેનો મહેનતુ ખૂબ છે એનો મે અનુભવ પણ કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખેતીનું સારું અને વફાદારીનું કામ હોય કે પછી સુરતમાં બાંધકામ ઉધોગનું કામ હોય ત્યારે મજૂરની જરૂર હોય તો પરસેવો પાડીને કામ કોણ કરે ત્યારે અમારી નજર દાહોદ જિલ્લાની તરફ હોય. દાહોદના આદિવાસી ભાઈઓ તેમનો પરસેવો સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર પાડે છે, સુરતની ભૂમિ ઉપર પાડે છે એજો તેનો પસીનો પોતાની ભૂમિ ઉપર પાડશે તો તે ભૂમિનો વિકાસ થશે અને એમાંથી ઉદભવ થયો આ કડાણા આધારિત ઉદવહન પાઇપલાઇન યોજનાનો અને જણાવતા આનંદ થાય છે કે એક હજાર કરોડ કરતાં વધારે આની પાછળ ખર્ચ થવાનો છે અને આવતા દિવસોમાં આ વિસ્તારના મારા મહેનતકક્ષ આદિવાસી ભાઈઓ આદિવાસી ખેડૂતોને બહાર ગામ મજૂરી કરવા નહીં જવું પડે અને જ્યારે સમય આવશે આ પાટાડુંગરી ની અંદર મહીંમાતાનું પાણી આવશે ત્યારે આ વિસ્તારની અંદર લીલાલહેર થશે અને એ દિવસો હવે દૂર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકે અમે ભૂમિપૂજન કર્યું છે પણ તમારા સૌના ભરોસાથી મને સંપૂર્ણ ખાત્રી છે કે આ કામ જ્યારે પૂરું થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનું લોકાર્પણ કરશે.

જ્યારે કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર તેમના ઉદબોધનમાં જણાવ્યુ હતું કે, પ્રધાન મંત્રી માન.મોદી સાહેબનું એ સ્વપન હતું કે મારો દાહોદ જિલ્લો અને મારા દાહોદ જિલ્લાના ખેડૂતો સુખી સંપન્ન થાય તે સ્વપ્ન માન.પ્રધાન મંત્રી મોદી સાહેબનું હતું. મને આજે કહેતા ગૌરવ છે કે, ગુજરાતના સ્થાપના દિને પહેલી મે ૨૦૧૨ ના દિને દાહોદની ધરતી ઉપર મોદી સાહેબે વાત કરી કે દાહોદ વિકાસ કરવા માટે મારા દરેક ખેડૂતના ખેતર સુધી પાણીનો સંકલ્પ દેશના પ્રધાન મંત્રી મોદી સાહેબે ૨૦૧૨ ની અંદર કર્યો અને ૨૦૧૭ માં આજે રાજ્ય સરકારના મંત્રી નાનુભાઈ વાનાણી સાહેબના કરકમળોથી ખાતમુર્હુત કરીને તમારૂ વર્ષોનું સ્વપ્ન પૂર્ણ કરવા માટેના અવસરે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ.

વધુમાં મંત્રી જશવંતસિંહ ભાભોર સાહેબે જણાવ્યુ હતું કે, કડાણા ડેમનું પાણી દાહોદ જિલ્લાના પાંચ જેટલા ડેમોમાં લાવીને દરેક ખેતરને પાણી મળે અને ગરબાડાને ડબલ લાભ થવાનો છે મહીસાગર માતાનું પાણી અને નર્મદા મૈયાનું પાણી બંને માતાનું સંગમ ગરબાડાની ધરતી ઉપર થવાનો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments