“નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસની” ઉજવણી અર્થે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સયુક્ત રીતે મહિલા જાગૃતિ શીબીરની કન્યા છાત્રાલય, દાહોદ ખાતે ઉજવણી કરવામા આવી.
દહેજ પ્રતિબંધક અધિકારી પી.આર.પટેલ દ્વારા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની તેમજ સશક્તિકરણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારશ્રી થતી ચાલતી વિવિધ યોજનાઓ તેમજ મહિલા સરભર યોજનાઓની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યુ. એડવોકેટ હિમાંશુ પરમારએ મહિલાલક્ષી કાયદાઓનું છાત્રાલયની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં,આદિજાતી વિકાસ અધિકારી દક્ષાબેન રાણા, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પ્રિયલબેન ડામોર તથા શ્રમ અને રોજગાર કચેરીના રેખાબેન સહિત છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.