Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદનિવૃત્ત - રાજીનામું આપ્યું હોય તેવા આંગણવાડી વર્કર - હેલ્પરે ગ્રેજ્યુઈટી મેળવવા...

નિવૃત્ત – રાજીનામું આપ્યું હોય તેવા આંગણવાડી વર્કર – હેલ્પરે ગ્રેજ્યુઈટી મેળવવા કરવાની રહેશે અરજી : જીલ્લા પ્રોગ્રામ ઓફિસર

સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા પંચાયત દાહોદમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર અને હેલ્પર જે હાલ નિવૃત્ત – રાજીનામું આપ્યું હોય તેમને ગ્રેજ્યુઈટીની રકમ ચૂકવવાની થાય છે. તેથી સબંધિત નિવૃત્ત – રાજીનામું આપ્યું હોય તેવા આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્વારા ગ્રેજ્યુઈટીની માંગણી બાબતે અરજી તાલુકાના ઘટકમાં સીડીપીઓએ અરજી કરવાની રહેશે.

આ અરજીની સાથે નિમણુંક હુકમ, નિવૃત્ત – રાજીનામાના હુકમ અને બે પાસપોર્ટ સાઇઝનો ફોટા, બેન્કમાં ચાલુ હોય તેવા ખાતાની પાસ બુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ કોપી ફરજીયાત રજૂ કરવાની રહેશે. આ અરજી સંકલિત બાળ વિકાસ યોજના કચેરીને દિન ૧૦ માં મોકલી આપવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરએ એક યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments