THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
આજે તા.૦૬/૧૦/૨૦૧૦ ને મંગળવારના રોજ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવામા આવ્યા.
મળેલ માહિતી મુજબ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ તરફથી તા.૦૨/૦૬/૨૦૨૦ ના રોજ, તા.૨૧/૦૭/૨૦૨૦ ના રોજ અને તા.૦૩/૦૯/૨૦૨૦ ના રોજ રજુઆત કરવામાં આવી હતી. તે વિષય અન્વયે ઉપરોક્ત તમામ અધિકારી સાહેબઓને જણાવવાનું કે નેશનલ હેલ્થ મિશન કર્મચારી મંડળ ગુજરાત તરફથી ઉપર મુજબની તારીખ દરમિયાન તેઓએ તેેેમણી માંગણીઓની લેખિતમાં રજૂઆત કરેલ છે. જેના જવાબમાં આજ દિન સુધી કોઇ પ્રત્યુત્તર મળેલ નથી કે તેઓની માગણી સંતોષાઈ નથી. તેથી યુનિયન તરફથી અગાઉ જણાવ્યા મુજબ નીચે મુજબના કાર્યક્રમ કરવાના છે.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
જેમાં એન.એચ.એચ. – ગુજરાતના તમામ કર્મચારીઓ જો તા.૦૯/૧૦/૨૦૨૦ સુધીમાં કોઈ હકારાત્મક પ્રત્યુત્તર યુનિયનને આપવામાં આવશે નહીં તો અગાઉ જણાવ્યા મુજબ તમામ કર્મચારીઓ તા.૧૨/૧૦/૨૦૨૦ ને સોમવારથી ગાંધી ચીંધ્યા માર્ગે અચોક્કકસ મુદતની હડતાળ પર જશે જે આપ સાહેબને જાણ કરતા આવેદન આપવામાં આવ્યા છે. અને નીચે મુજબના કાર્યક્રમ કરવામાં આવશે. જેની વિગત આ પ્રમાણે છે.
- તા.૦૫/૧૦/૨૦૨૦ અને તા.૦૬/૧૦/૨૦૨૦ આ બંને દિવસ કાળી પટ્ટી ધારણ કરવી.
- તા.૦૭/૧૦/૨૦૨૦ અને તા.૦૮/૧૦/૨૦૨૦ ના બંને દિવસ પેન ડાઉન, તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ માસ સી.એલ.
- તા.૧૨/૧૦/૨૦૨૦ થી ચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવશે.