તાલુકા પંચાયત કચેરી શહેરાના બી.આર.સી. ભવન ખાતે “આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ગોધરા દ્વારા મહિલા કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. જેમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, સિનિયર એડવોકેટ, જિલ્લા શિક્ષણ અધિકારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના ઓફિસર, સખી વન સ્ટોપ સેન્ટર ગોધરા, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર શહેરા, લીગલ એડવાઈઝર વગેરે ઉપસ્થિત રહી મહિલાઓને લગતા અનેક વિવિધ કાયદાઓની વિસ્તૃત છણાવટ કરી તેની જોગવાઈઓ વગેરે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શહેરાના વરિષ્ટ એડવોકેટ અસરફભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ આચ્રતા ગુના અંગેની જોગવાઈઓ તેમ જ મહિલાઓની જાતીય સતામણી અંગે કાનૂની માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરીએ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ કરવાની કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જ્યારે ઓફિસર રજનીશભાઈ એ મહિલા અને બાળવિકાસ યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ શિબિરમાં CDPO શ્રીમતી ખાંટ, વિવિધલક્ષી મહિલા કેન્દ્ર શહેરાના Legal એડવાઈઝર એડવોકેટ કે.એમ. બારીયા મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.