PIYUSH GAJJAR – VIRAMGAM
પતંજલિ યોગ સમિતિ હરીદ્વાર દ્વારા તથા ગુજરાત સરકાર ના સંયુક્ત ઉપક્રમે આગામી 10 થી 21જુન યુવા શિબીર તેમજ તા-18 થી 21 જુન નિ:શુકલ યોગ ચિકિત્સા તથા ઘ્યાન શિબિર (રજીસ્ટ્રેશન માટે મિસકોલ – 7878404455) તથા 21 જુને આશરે પાંચ લાખ લોકો ની ઉપસ્થિતમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ જાગૃતી અભિયાન અંતર્ગત વિરમગામ શહેરમાં તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોગ વિશેષજ્ઞો દ્વારા યોગ જાગૃતીના ભાગરૂપે મહોલ્લે – મહોલ્લે યોગ જાગૃતી અંગેની તથા તેના લાભોની વાતો કરવામાં આવી રહીછે. તથા આરોગ્ય સભા અને શેરીઓમા આયોજીત કરવામાં આવી રહ્યું છે જેમા આરોગ્યની જાળવણીની માહીતી ભોજનની પઘ્ઘતી વગેરે વગેરે માહીતી રામ અવતાર આર્ય, શંકરલાલ શર્માજી, પદમીનીજી દ્વારા આપવામાં આવી રહી છે વિરમગામ શહેરમાં ખાનના ડેલા, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે, આનંદ માધ્યમિક શાળા, શ્રી જલારામ મંદિર, અક્ષરનગર તથા શહેરના વિવિઘ વિસ્તારમાં આરોગ્ય શિબીર ચાલી રહી છે યોગ વિશેષજ્ઞો અમદાવાદના કાર્યક્રમ માટે નામ નોંધણી પણ કરી રહ્યા છે યોગ – આરોગ્ય શિબીરના આતોજન માટે રામ અવતાર આર્યજી (9929122166, 7600933480) નો સંપર્ક કરવા અખબારી યાદીમા જણાવાયું છે આ યોગ જાગૃતી અભિયાનને સફળ બનાવવા માટે યોગ વિશેષજ્ઞ ગિરધારીજી, આકાશજી, જગદિશજીઆર્ય, ચંપાલાલાજી, મોહનલાલજી, શીખવાડી, લક્ષ્મીબહેન તથા તેજશભાઇ વજાણી અને તાલુકા પતંજલિ યોગ સમિતિ વિરમગામના પ્રભારી કિશનભાઇ કિશનભાઇ દલવાડી કરી રહ્યા છે
યોગ નિરિક્ષક રામબલી આર્ય એ જણાવ્યું હતું કે વિરમગામ શહેર-તાલુકા વિસ્તારોમાંથી આશરે 12 થી 15 હજાર વઘુ લોકો 250 બસ 21 જુનના અમદાવાદ કાર્યક્રમમાં ભાગ લેવા જોડાનારા છે. ઉલ્લેખનીય છે કે મહિલા રાજ્ય પ્રભારી સોનીકાજીએ જણાવ્યું હતું કે યોગ જાગૃતી અભિયાનમાં વિરમગામ શહેર-તાલુકાના વિસ્તારોમાંથી લોકોનો સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે.