THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS [HONDA ]
તા.૦૩/૦૮/૨૦૧૯ને શનિવારના રોજ દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફના હારુનભાઈને બાતમી મળેલ હતી કે મધ્યપ્રદેશ બાજુથી એક પીકઅપ ગાડીમાં ગૌવંશને દાહોદ કતલ માટે લાવવામાં આવી રહી છે. આ બાબતની અમોને ખબર પડતાં અમોએ ગરબાડા પોલીસને જાણ કરી. આની જાણ થતાં જ ગરબાડા પોલીસે ગાંગરડા ચોકડી પાસે એક પીકઅપ ગાડી જેનો નંબર GJ 20 X 3535 ગાડી પર શંકા જતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીકઅપ ગાડીના ચાલકે ગાડી ઊભી નહીં રાખી પીકઅપ ગાડી જાંબુઆ ગામ તરફ લઈને ભાગતા પોલીસે પીકઅપ ગાડીનો ફિલમી ઢબે પીછો કરતાં ગાંગરડા ચોકડી નજીક આવતા પીકઅપ ગાડીના ચાલકે પીકઅપ ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી નાસી ગયેલ અને શંકા જતાં પોલીસે પીકઅપ ગાડીમાં જોયેલ તો પીકઅપ ગાડીમાં ગૌવંશ ભરેલા હોવાનું જાણવા મળતા પોલીસે પીકઅપ ગાડીની ઝડતી કરતાં પીકઅપ ગાડી ઉપર ટાટપટ્ટી ખોલીને જોતાં પીકઅપ ગાડીમાં ૦૯ ગાયો પગ અને મોં દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલ મળી આવતા ગરબાડા પોલીસે કુલ ૦૯ ગૌવંશ જેની કુલ કિંમત રૂ.૪૫,૦૦૦/- તથા નંબર. જીજે.૨૦.એક્સ.૩૫૩૫ ની પીકઅપ ગાડી જેની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૪૫,૦૦૦/- નો મુદ્દામાલ ગરબાડા પોલીસે કબ્જે લીધેલ છે. અને તેને દાહોદ કતલખાને લઈ જતા બચાવવામાં આવી હતી. આ ૦૯ ગાયોને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવી હાતી. દાહોદ જિલ્લા પોલીસ કોન્સ્ટેબલ તથા પોલીસ ગૌરક્ષક દળના આગેવાનોએ ખુબ ખુબ આભાર માન્યો હતો.