દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આજરોજ દાહોદ નગરપાલિકા ચોક ખાતે પશ્ચિમ બંગાળ ના સંદેશખાલીમાં મહિલાઓ ઉપર શાહબાઝ શેખ તેઓ મમતા બેનરજી ની પાર્ટી ના નેતા છે તેઓ દ્વારા મહિલાઓ અને અસંખ્ય લોકો ઉપર અત્યાચારના મામલે દાહોદ માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં મમતા બેનર્જી ની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને ટીએમસી વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત સૂત્રોચ્ચાર કર્યા હતા અને મમતા બેનરજી ના રાજીનામાની માંગણી કરી હતી મહિલાઓ ઉપર થતા અત્યાચારને રોકવા મમતા બેનર્જીએ રાજીનામું આપવું જોઈએ તેવું સખ્ખત શબ્દોમાં દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા માંગણી કરવામાં આવી હતી
પશ્ચિમ બંગાળના સંદેશખાલીની મહિલાઓ ઉપર અત્યાચાર ના મામલે દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
RELATED ARTICLES