કાશ્મીર પહલગામ મા 26 હિન્દુ પર્યટકની આતંકવાદીઓ એ હત્યાં કરી દેવાતા દેશભર મા પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. જેના વિરોધ મા મંગળવારે દુધિયા જડબેસલાખ બંધ રહ્યું હતું દુધિયા સમગ્ર ગામમાં નાના મોટા તમામ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રહેતા દુધિયા બંધ સંપૂર્ણ સફળ રહ્યું હતું. પહેલગામા આતંકવાદી ઓ એ ધર્મ પૂછીને 26 નિર્દોષ હિન્દૂ પર્યટકોની આતંકવાદીઓએ હત્યાં કર્યા ની ઘટના ને પગલે સમગ્ર દેશ મા પ્રચંડ રોષ જોવા મળ્યો છે. દુધિયામાં પણ આ જધન્ય ઘટનાના વિરોધમા નાના મોટા ધંધા રોજગારો બંધ પાળી બંધ ને સમર્થન કર્યું હતું. તથા તમામ 26 મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા 4 વાગે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામજી મંદિરે થી દુધિયા ચોકડી સુધી આ રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામ જનો, યુવાનો, વેપારીયો જોડાયા હતા.ગ્રામજનો દવારા સ્વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ આતંકવાદી હુમલા ના વિરોધ ને સમર્થન કર્યું હતું.તમામ મૃતક માટે મૌન પાળી હનુમાન ચાલીસા નો પાઠ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તથા પાકિસ્તાન ના પૂતળા નું દહન કર્યું હતું. દાઊદી વોહરા સમાજ પણ રેલી મા જોડાયો હતો. તમામ નાના મોટા વેપાર ધંધા સંપૂર્ણ બંધ રહ્યા. બજાર મા સવાર થીજ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો.
પહેલગામ હુમલાના વિરોધમા લીમખેડા તાલુકાનું દુધિયા અભૂતપૂર્વ બંધ
RELATED ARTICLES