દાહોદ જિલ્લાના ખરેડી ગામના રહેવાસી અરવિંદભાઈ ભાભોર પોતે ખેતીવાડી કરીને પોતાના ઘર – પરિવારનું ભરણ પોષણ કરે છે. વર્ષોથી કાચા મકાનમાં રહીને જીવન ગુજરતા અલ્પેશભાઈ ભાભોર જણાવે છે કે, પહેલાં જે કાચું મકાન હતું જેમાં વરસાદ વખતે ઘણી તકલીફ પડતી હતું, ઘરમાં પાણી પડતું હતું. બધો સામાન પલળી જતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમને તાલુકા પંચાયત સભ્ય દ્વારા જાણ થઇ હતી. તેઓએ અમને ફોર્મ પણ ભરી આપ્યું. બાદમાં અમારા ખાતામાં હપ્તા વડે ૧ લાખ ૨૦ હજાર જમા થયા. ઉપરાંત ૨૦ હજાર જેટલા મજૂરી પેટે સહાય મળી. બાળકોને પહેલાં અભ્યાસમાં પણ ઘણી તકલીફ પડતી હતી. પરંતુ આર્થિક સહાય મળવાથી અમારું પાકું ઘર મળ્યું છે જેથી હવે પહેલાં કરતાં ઘણી શાંતિ છે. સરકારે અમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આર્થિક સહાય આપી છે, એ માટે હું સરકારનો ખુબ – ખુબ આભાર માનું છું.
પહેલાં કાચા ઘરમાં બાળકોના અભ્યાસમાં પણ ઘણી તકલીફ પડતી હતી, આર્થિક સહાય થકી ઘર બની જતાં હવે શાંતિ છે : પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી અલ્પેશભાઈ ભાભોર
RELATED ARTICLES