પાટણ જિલ્લાના સંગઠન પ્રવાસ દરમ્યાન પાટણ તાલુકાના રૂપપુર ગામે પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ભાગ લઇ પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવ્યા સાથે આ અભિયાનમાં નિસ્વાર્થ સેવા કરતા ઝોન સંયોજક ડી.કે. રથવીજી અને એમના સાથી સંયોજકોનું સન્માન કર્યુ. સાથે મેમદપુર ગામે પ્રગતિશિલ ખેડુત કાંતિભાઈ પટેલના મોડલ ફાર્મની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું.
મારી સાથે જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સીંધવ, કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ ખેર, ઝોન સંયોજક રથવીજીની ટીમ, APMC ના ચેરમેન દશરથભાઈ, ATMA નાં પ્રોજેક્ટ ડાઇરેક્ટર દિનેશભાઇ અને મોટી સંખ્યામાં ખેડુત ભાઈબહેનો જોડાયા હતા.