Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદપાવાગઢના મહાકાળી મંદિરમાં નારિયેળ વધેરેવા પર પ્રતિબંધ હટાવવા માટે દાહોદના આંતરરાષ્ટ્રીય હિન્દુ...

પાવાગઢના મહાકાળી મંદિરમાં નારિયેળ વધેરેવા પર પ્રતિબંધ હટાવવા માટે દાહોદના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

આજે તા.૨૭/૦૩/૨૦૨૩ ને સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દાહોદ જિલ્લા સમિતિ દ્વારા પંચમહાલમાં આવેલ પાવાગઢ મહાકાળી મંદિરમા શ્રીફળ વધારવા પર પ્રતિબંધ હટાવવા બાબત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પંચમહાલમાં પાવાગઢ મહાકાલી મંદિર જે હાલ સરકાર હસ્તક છે. જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં શ્રીફળ વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઇ કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધા સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા ચેડા કરવામાં આવ્યા છે. જેને લઇ કરોડો હિન્દુઓની લાગણીઓ દુભાઈ રહી છે જે સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દાહોદ જિલ્લા સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો આ નિર્ણય તાત્કાલિક પરત નહીં લેવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધારણા પ્રદર્શન કરવામાં આવશે જેની તૈયારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા સંયુક્ત મંત્રી જીગ્નેશભાઈ પંચાલ દ્વારા બતાવવામાં આવી, જેમાં નન્નુભાઈ માવી, જીગ્નેશભાઈ પંચાલ, અંકુરભાઈ રજનીકાંતભાઈ, રવિભાઈ ડામોર, સંદીપભાઈ, દિનેશભાઈ પરમાર, તેમજ અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્ય હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments