PIYUSH GAJJAR – VIRAMGAM
પાટીદાર અનામત આંદોલન સમિતિ ના કન્વિનર હાર્દિક પટેલ આજે પોતાના માદરે વતન વિરમગામ ની મુલાકાત લીધી હતી જ્યાં વિરમગામ પાસે આવેલા ભડાણા ગામ મા રામજી મંદિર ની પ્રતિષ્ઠા મા હાજરી આપી હતી અને દર્શન કર્યાં હતાં.તેમજ બાજુના ગામ ઉખલોડ તેમજ દેસાઇપુરા ગામ મા હાર્દિક પટેલ અને પટેલ નવનિર્માણ સેના ના જયેન્દ્ર પટેલ નું ગામલોકો દ્વારા સ્વાગત કરાયુંહતું.ત્યાંથી હાર્દિક પટેલ પોતાના કાફલા સાથે પોતાના મૂળ ગામ ચંદનનગરી ની મુલાકાત લીધી હતી.