પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય દાહોદ દ્વારા આજે તા.૧૮/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ ‘એક પેડ માઁ કે નામ’ અને ‘ઈકો ક્લબ ફોર મિશન લાઈફ’ હેઠળ મુખ્ય કારખાના પ્રબંધક મનીષકુમાર ગોહિલના અધ્યક્ષ સ્થાને છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં, પશ્ચિમ રેલ્વે, દાહોદના મુખ્ય કારખાના પ્રબંધક મનીષ કુમાર ગોયલ દ્વારા શાળામાં વિવિધ પ્રકારના 450 થી વધુ છોડ પૂરા પાડ્યા હતા, જેમાં છાંયડા અને ફળ-ફૂલ સંબંધિત છોડનો સમાવેશ થતો હતો. પશ્ચિમ રેલ્વે, દાહોદના મુખ્ય કારખાના પ્રબંધક મનીષ કુમાર ગોયલ અને શાળાના આચાર્ય એનોષ સેમસન દ્વારા શાળાના ધોરણ ૬ થી ધોરણ ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરવા માટે એક – એક છોડ પૂરો પાડવામાં આવ્યો હતો. અને આવતી કાલ તા.૧૯/૦૭/૨૦૨૫ ને શનિવાર રોજ બાલવાટિકા થી લઈ ન ધોરણ ૫ ના પણ તમામ વિધાર્થીઓને છોડ આપવામાં આવશે.તમામ વિદ્યાર્થીઓને ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ તેમના ઘરે જઈને તેમની માતાઓ સાથે વૃક્ષો વાવવા અને કુદરતી સંરક્ષણ અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપવા પ્રેરણા આપી હતી. શાળાના આચાર્ય એનોષ સેમસને વિદ્યાર્થીઓને તેમની માતાઓ સાથે વૃક્ષો વાવવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા પણ કહ્યું હતું. જેથી અન્ય તમામ લોકો પણ પ્રેરણા પામે.
આ ઝુંબેશમાં જોડાઈને, શાળાના આચાર્ય એનોષ સેમસને આ ઝુંબેશને સફળતાપૂર્વક યોજવા બદલ પશ્ચિમ રેલ્વે, દાહોદના મુખ્ય કારખાના પ્રબંધક મનીષ કુમાર ગોયલનો આ પ્રેરણાદાયી કાર્ય બદલ તેમનો આભાર માન્યો. પશ્ચિમ રેલ્વે, દાહોદના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ પણ વિશાળ પ્લાન્ટ વિતરણ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો.