Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદપીપલોદ ગ્રામ પંચાયત ખાતેથી દાહોદ જિલ્લાના સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ

પીપલોદ ગ્રામ પંચાયત ખાતેથી દાહોદ જિલ્લાના સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ

 
Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)

KEYUR PARMAR DAHOD

પ્રજાના પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ માટે સેવાસેતુ કાર્યક્રમ ખૂબ જ સાર્થક થશે —રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડ

દાહોદઃ-શનિવારઃ- રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ/ કર્મચારીઓ દ્રારા નિકાલ કરી શકાય આવી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ આવે તે માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્રારા તા. ૫/૧૧/૨૦૧૬ થી રાજય ભરમાં કરવામાં આવ્યું છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પ્રાંતના પીપલોદ ગ્રામ પંચાયત ખાતે રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં સેવા સેતુ  કાર્યક્રમ યોજાયો હતો.navi-diwali

આ પ્રસંગે પશુપાલન રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્રારા પ્રજાના દ્રારે જઇ પ્રજાના વ્યકિત લક્ષી પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેવગઢબારીયા પ્રાંતના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ખાતે યોજાયેલ જિલ્લાના પ્રથમ સેવા સેતુ કાર્યક્રમમાં ૯ ગામોના લોકોએ મોટી સંખ્યામાં પોતાના વ્યકિત લક્ષી પ્રશ્નોના ઉકેલ માટે લાભ લીધો છે. જે સ્થાનિક પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ જ સાર્થક થયો છે એમ રાજ્ય મંત્રી શ્રી ખાબડે જણાવ્યું હતું.

    રાજય સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકો આ પ્રમાણેની રજૂઆતો કરી શકશે અને તેનો સ્‍થળ પર નિકાલ રચાયેલ સમિતિ દ્રારા કરવામાં આવશે.

    આ સેવા સેતુ કાર્યક્રમમાં આવ-,જાતિ, ક્રીમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રોને લગતા દાખલાઓ, રાશનકાર્ડ માટેની અરજીઓ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ,, મા-અમૃત્તમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્‍યુ કરવા, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્‍કીમો હેઠળના વ્યકિતલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્‍ઠ નાગરિકતા પ્રમાણપત્ર,  દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્‍ક્રોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ, વગેરેની રજૂઆતો માટે લોકોએ ફોર્મ મેળવી તુર્તજ તેનો સ્થાનિક વહીવટીતંત્ર દ્રારા જે તે ઉકેલ લાવવામાં આવ્યો હતો.

    આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી અશોક પાંડોર, પરિક્ષેત્ર વન અધિકારી,, વિસ્‍તારના પી.આઇ/પી.એસ.આઇ, વિસ્તરણ અધિકારી, બાગાયત અધિકારી, વેટરનરી અધિકારી, પુરવઠા નિરિક્ષક, સમાજ કલ્યાણ નિરિક્ષક, કેળવણી નિરીક્ષક, મુખ્ય સેવિકા, તથા ગ્રામસેવક સહિતના ૧૩ અધિકારી-કર્મચારીઓની રચાયેલ સમિતિ ઉપસ્‍થિત રહી  તુર્તજ નાગરિકોની રજૂઆતોનો નિકાલ  કરવાની કાર્યવાહી કરી હતી.  

       સેવાસેતુ કાર્યક્રમ ઉપસ્થિત રહેલ લાભાર્થીઅરજદારોએ સેવા સેતુકાર્યક્રમને આવકાર્યો હતો. કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગામના કાર્યકરો, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments