Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદપુંસરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દ્વારા મતદાતાઓને મતદાન કરવા અપાયો સંદેશ

પુંસરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દ્વારા મતદાતાઓને મતદાન કરવા અપાયો સંદેશ

હું છું ભારતનો ભાવિ મતદાર – દરેક મતદારોને છે મતદાનનો અધિકાર.

સમગ્ર દાહોદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે અનેકવિધ કાર્યક્રમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમ હેઠળ પુંસરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પલાસ પુષ્પા મતદાન અંગેની મહત્વતા દર્શાવતા મતદાન કરવા હાંકલ કરીને પોતાના શબ્દોમાં સંદેશો આપતાં કહે છે કે, મતદારયાદીમાં નામ હોય તેવા તમામ ભારતીય નાગરિકોને મતદાન કરવાનો મૂળ અધિકાર છે. આપણા મતનો ઉપયોગ ભારતીય લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે કરવો જોઈએ. દરેક મતદાર કોઈપણ પ્રકારના ધર્મ, જાતિ અથવા લિંગ ભેદભાવ વગર મતદાન કરે એ ખુબ જરૂરી છે. આપણે જેમ આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ એમ મતદાન દિવસને પણ આપણી લોકશાહીનો તહેવાર માનીને એની ઉત્સાહભેર ઉજવણી કરવી જોઈએ. આપણે સૌએ જાગૃત નાગરિક હોવા સાથે મતદાન કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને અચૂક મતદાન કરવું એ આપણી મૂળભૂત ફરજ છે. જેથી તમામ મતદાતાઓ મતદાન દિવસે અચૂક મતદાન કરી પોતાનો મહત્વનો મત આપી લોકશાહી પર્વની ઉજવણી કરવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments