

PIYUSH GAJJAR – VIRAMGAM
અનુસુચિત જાતિ અઘિકાર આંદોલન સમિતિ દ્વારા આજ રોજ ચુંવાળના દેત્રોજ ખાતે આવેલ સિઘ્ઘાર્થ કુમાર છાત્રાલય ખાતે વિરમગામ, માંડલ, દેત્રોજ, તાલુકાના દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ ચિંતન બેઠકમાં ગુજરાતમા આજે પણ દલિત સમાજ સાથે આભડ છેટ પાળવામાં આવે છે તે અંગે અભડાય છે ગુજરાત દલિત મહાસંમેલનને સફળ બનાવવા માટે જ સમાજ માટે યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કીરીટ ભાઇ રાઠોડ (દલિત આગેવાન) કનુભાઇ સુમેસરા, કાંતીભાઈ પરમાર, હસમુખભાઈ, કાંતીભાઇ મકવાણા, ભારતીબેન સિરેસીયા સહિત દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.