પૂજ્ય ઠક્કરબાપા સ્થાપિત ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત આશ્રમ શાળાઓના નવીન મકાન બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા સન્માનીય નિર્ણય લીધો. તેના બાંધકામની શરૂઆત ઠક્કરબાપાના શરૂઆતી મીરાખેડી મુકામે આદિજાતિ વિકાસ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ભૂમિપૂજન કરવાં આવ્યું હતું.
આ ભૂમિપૂજન કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, કેશુભાઈ ગોટી – દાતા સુરત, નરસિંહભાઈ હઠીલા – ટ્રસ્ટી અને પૂર્વ પ્રમુખ ભીલ સેવા મંડળ દાહોદ, વિધાનસભાનાં દંડક રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, માર્ગીય સ્મિત સ્વામીજી, ભરતભાઈ કાકડિયા – ઉદ્યોગપતિ સુરત, મુકેશભાઈ વઘાસીયા – ઉદ્યોગપતિ સુરત, મહેશભાઈ શર્મા – પદ્મશ્રી શિવગંગા ફાઉન્ડેશન, સરપંચ મીરાખેડી, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.