THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ભારત દેશના વડાપ્રધાન અને તેમની સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે તેમજ દેશના વિકાસ માટે પ્રધાનમંત્રી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. રાષ્ટ્રીયસ્તરે તેમજ રાજ્યના બધા જ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાના પ્રચાર પ્રસાર થાય અને તે અભિયાનના કાર્યક્રમો બને તેવા શુભાશયથી દાહોદ જિલ્લામાં પણ આ અભિયાનના અમલ માટે દાહોદ જિલ્લાના દાહોદ શહેરના નરેશભાઈ ચાવડાની જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂંક થઇ છે. તો આ સાથે જ દાહોદના કલ્પનાબેન રસિકલાલ દેસાઈની રાજ્યકક્ષા એ ગુજરાત પ્રદેશ મહિલા વિભાગના સલાહકાર બોર્ડમાં સભ્ય તરિકે વરણી કરવામાં આવી છે.
વધુમાં કલ્પનાબેન રસિકલાલ દેસાઈનું દાહોદ ખાતે આ અભિયાનમાં સંગઠનની જવાબદારી સોંપાયા પછી દાહોદ ભાજપની મહિલા મોર્ચા દ્વારા મહિલાઓનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદના મહિલા પાંખના પ્રભારી ભારતીબેન પંડ્યા દ્વારા કલ્પનાબેનને શુભેચ્છા પાઠવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે આ જવાબદારી પ્રધાનમંત્રીની લોક હિતની યોજનાને જન જન સુધી પહોંચાડવા માટેની છે. અને આ યોજના વિશે લોકોમાં જાગૃતિ આવે અને લોકો એનો વધુમાં વધુ લાભ લે તે માટેનો છે અને અમે આ કાર્યના આશયને પૂર્ણ કરીશું. વધુમાં કલ્પનાબેન દેસાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું પોતે પ્રધાનમંત્રીની સિધી દેખરેખ હેઠળમાં આ અભિયાન શરૂ થાય તેવી એક કડી બની છું તેથી હું ખૂબ જ ખુશ છું અને મને સોપાયેલ જવાબદારીનું પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવીશ અને પ્રધાનમંત્રીની તમામ જન કલ્યાણકારી યોજનાઓને ગુજરાત પ્રદેશના એક જવાબદાર પદાધિકારી તરીકે ગુજરાતના છેવાડાના માનવી સુધી આ તમામ યોજનાઓ પહોંચે છે કે કેમ તેની તપાસ કરીશ અને ના પહોંચી હોય તો ત્યાં પહોંચડીશું અને લોકોને તેના લાભો વિશેની સંપૂર્ણ માહિતીથી અવગત કરાવીશું. હું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ફરી ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તેમને મને તેઓની ચાલતી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે યોગ્ય ગણી અને કાર્યમાં સહભાગી બનવાનો મોકો આપ્યો.