આજે તા.૧૬/૦૯/૨૦૨૩ ને શનિવારના રોજ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન 2025 અંતર્ગત ફતેપુરા તાલુકામાં સુખસર નગરના હાટ બજારમાં રંગલો રંગલી ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું અને ટીબી નો પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુરેશ આમલિયાર ના માગૅદશૅનમા કરવામા આવ્યો હતો અને આરોગ્યના સ્ટાફ દ્વારા ત્યાં હાજર રહી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું.
મોટી સંખ્યામાં બાળકો, સ્ત્રીઓ, પુરુષો વગેરે ભવાઈ નો નાટક દેખવા માટેનો લાભ લીધો હતો. આવો સૌ સાથે મળીને ટીબી ને હરાવીએ.”ટીબી હારેગા દેશ જીતેગા”, “મારુ ગામ ટીબી મુક્ત ગામ” જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.