THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- વડાપ્રધાનનાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં સંકલ્પને પૂર્ણ કરવામાં નાની નાની બાબતોને પણ મહત્વ આપીને કામ કરવાનું છે. – પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર
- નાનામાં નાના માણસની ચિંતા સરકારે કરી છે. વિકાસ માટે પણ દાહોદ હવે આગળ ડગલું માંડી રહ્યું છે. – પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ
- આકાંક્ષામાંથી વિકસિત દાહોદ બને એ તરફ પ્રયાસ કરવાના છે. – કલેકટર યોગેશ નિરગુડે
દાહોદ જિલ્લામાં નવું નજરાણું તરીકે ઊભરી આવેલા આદિજાતિ મ્યુઝિયમ ખાતે દાહોદ પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતા હેઠળ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાનું એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેનુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેની નીતિ આયોગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. આ સંદર્ભે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, આકાંક્ષી જિલ્લા તરીકે દાહોદ ની પસંદગી નીતિ આયોગ દ્વારા કરવામાં આવી હતી. અપાયેલા ૬ ઇન્ડિકેટર્સ મુજબ આપણા વહીવટી તંત્ર તેમજ તમામ કર્મચારી/અધિકારીઓની અથાગ મહેનત થકી આ કાર્ય સફળતા પૂર્વક પાર પડ્યું છે. પ્રભારી મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, વડાપ્રધાનનાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં સંકલ્પને પૂર્ણ કરવામાં નાની – નાની બાબતોને પણ મહત્વ આપીને કામ કરવાનું છે. તમામ નાનામાં નાના માણસ સુધી સરકારી સહાય અને યોજના પહોંચે એ માટે આપણે સતત આગળ વધતા રહેવાનું છે.
આ સાથે તેમણે સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતી કરવા માટે સૌ ખેડૂત મિત્રોને હાકલ કરી હતી. અને બહેનો પણ વિકસિત ભારતના આ વિઝનમાં આત્મનિર્ભર બને અને દાહોદને વિકાસ તરફ આગળ લઇ જવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ દાહોદવાસીઓને તેમજ ઇન્ડિકેટરના મુદ્દાઓને ધ્યાને રાખી સંતોષકારક કામગીરી કરનાર સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, નાનામાં નાના માણસની ચિંતા સરકારે કરી છે. વિકાસ માટે પણ દાહોદ હવે આગળ ડગલું માંડી રહ્યું છે.
આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે એ સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, મહેનત સૌની સહિયારી છે. સૌએ સાથે મળીને દાહોદ જિલ્લાને સોપાયેલ કામગીરી સફળતા પૂર્વક પાર પાડી છે. અને એનો શ્રેય સૌ કર્મચારી / અધિકારીઓને ફાળે જાય છે. આ કામ પછી આપણે અહીં અટકી જવાનું નથી. પરંતુ, હજી પણ આગળ વધીને વધારેમાં વધારે લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે એ માટે મથતા રહેવાનું છે. આકાંક્ષામાંથી વિકસિત દાહોદ બને એ તરફ પ્રયાસ કરવાના છે.
આ સમારોહ દરમ્યાન એસ્પીરેશનલ ડીસ્ટ્રીક બ્લોકના મુદ્દાઓ માટે મહેનત કરનાર તમામ કર્મચારીઓ /અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ ધારાસભ્ય તમામ અને અધિકારીઓ / અન્ય મહાનુભાવો દ્વારા આકાંક્ષા હાટની મુલાકાત સહિત ટ્રાયબલ મ્યુઝિયમ લેવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયા, તાલુકા વિકાસ અધિકારીઓ, સ્માર્ટ સીટીના સ્ટાફ સહિત તમામ સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.