પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી ડૉ.વી.જે ડીંડોર, આયુષ તબીબ ડૉ.વિમલ બામણીયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી.
આર.કે.એસ.કે. કાઉન્સેલર કિન્નરીબેન સંગાડાએ પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. તેમજ કિશોરીઓને આરોગ્ય લક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યુ હતું. એનિમિયા નિદાન થયેલા તરુણ-તરુણીઓને તેઓ એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. શાળાના દરેક તરુણ- તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ દરમ્યાન કિશોર-કિશોરીઓને આર.કે.એસ.કે.પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ શું છે એ વિશે સમજ આપવામાં આવી હતી. એનિમિયા, સિકલસેલ, આઇ.એફ.એ. ગોળી અને તેનું મહત્વ પોષણ, માસિક ચક્ર અને સ્વચ્છતા વગેરે વિશે સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોનું વજન, ઉંચાઈ, હિમોગ્લોબીન, સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી. જેમા ટોટલ ૧૧૦ કિશોર અને કિશોરીઓ હાજરી આપી હતી. જેમાં નગરાળા ગામના સરપંચ રમણભાઈ માવી, ઉપસરપંચ જગદીશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.