દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા થી ગલિયાકોટ સૈયદી ફખરુદ્દીન શહીદના મજાર પર જિયારત માટે રવાના થયા. અંદાજે ૧૩૦૦ જેટલા દાઉદી વોહરા ભાઈઓ-બહેનો પગપાળા જવા રવાના થયા.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા નગરમાંથી દાઉદી વ્હોરા સમાજના અંદાજે ૧૩૦૦ જેટલા ભાઈઓ-બહેનો રાજસ્થાન મુકામે આવેલ ગલીયાકોટ સૈયદી ફકરૂદ્દીન શહીદના મજાર પર જિયારાત કરવા માટે રાત્રીના સમયે દેવા છે મુંબઈ, સુરત, દાહોદ, લીમડી, ઝાલોદ, ઇન્દોર, અમદાવાદ રાજકોટ અને અલીરાજપુર જેવા વિવિધ શહેરોમાંથી ૧૩૦૦ જેટલા દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ-બહેનો ફતેપુરા મુકામે આવી ભેગા થયા હતા. બધા બિરાદરો ફખરી મસ્જિદમાં જનાબ મુ. કૂતબુદ્દીન ભાઈસાહેબના સદારતમાં મજલીસ કરી હતી. ત્યારબાદ સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું. સામુહિક ભોજન બાદ તરત ગલિયાકોટ જિયારાત કરવા પગપાળા રાત્રીના અંદાજે ૦૯:૦૦ કલાકે રવાના થયા હતા. જ્યાં રસ્તામાં ઠંડા પાણીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, સૈયદી ફખરુદ્દીન શહીદના મજાર પર જિયારત કરી સૈયદના આલી કદર મુફફદ્દલ સૈફુદ્દીન સાહેબના લાંબા આયુષ્ય માટેની તેમજ દાહોદ મુકામે જલ્દી થી જલ્દી પધરામણી થાય તે માટે દુઆ કરવામાં આવી હતી. અને ફતેપુુરા થી ગલીયાકોટ પગપાળા રવાના થતા રસ્તામાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા રાખેલ હતી