ફતેપુરા નગરમા વિવિધ જગ્યાએ દશામાતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દશામાની મૂર્તિનું વિસર્જન શનિવારે સાંજે અને રવિવારે વહેલી સવારે થવાનું હોઈ આજે તા.૦૫/૦૮/૨૦૨૨ ને શુક્રવારના રોજ દશામાતાની શોભાયાત્રા નિકાવામાં આવી હતી. ફતેપુરા નગરમાં પ્રજાપતિ સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી દશામાતાની શોભાયાત્રા નિકાળવામાં આવે છે, તો ડબગર સમાજ દ્વારા પણ દશામાની શોભાયાત્રા નિકાળવામાં આવે છે. ત્યારે બંને સમાજ દ્વારા અલગ અલગ દિવસે દશામાતાની શોભાયાત્રા કાઢીને નગરના વિવિધ વિસ્તારોમાં બેન્ડ અને ડી.જે.ના તાલે રાસ ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા નિકાળવામાં આવી. નગરના અંબાજી માતા મંદિર થી પ્રસ્થાન કરીને પાછલા પ્લોટ મેન બજાર વિસ્તાર સોસાયટી વિસ્તાર પોલીસ સ્ટેશન રોડ ફરી સાંજે અંબાજી મંદિર પરત ફરી માતાજીની આરતી કરી અને ભોજન પ્રસાદી લઈ વિસર્જન કરવામાં આવ્યું હતું.
HomeFatepura - ફતેપુરાફતેપુરાનાં પ્રજાપતિ સમાજ તેમજ ડબગર સમાજ દ્વારા દશામાતાની શોભાયાત્રા નીકાળવામાં આવી