દાહોદ જિલ્લાના ફાટરપુર તાલુકાના મુલહ્યા મથક ફતેપુરાના અંબાજી મંદિર પાસે કોઈ અજાણી વ્યક્તિ બાઈક ચાવી સાથે મૂકી જતા કુતૂહલ સર્જાયું હતું.
વધુમાં ફતેપુરા નગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિર પાસે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા બિનવારસી બાઈક નંબર GJ-09 CU-3078 ચાવી સાથે મૂકી ગયો હતો. બાઈક કોણ મૂકી ગયુ ? કોની હશે ? તેના વિશે નગરમાં લોક ચર્ચા થઈ રહી હતી. કોઈક ચોર આ બાઇકને ચોરી કરીને મંદિર આગળ મૂકી ગયો હોય તેવા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, ત્યારે આ બાબતની જાણ મંદિરના પૂજારીની થતા મંદિરના પૂજારીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા P.S.I. સી.બી. બરંડા એ આ બેનામી બાઇકનો કબજો મેળવી આગળની કાર્યવાહીમાં વધું તપાસ હાથ ધરી હતી.
ફતેપુરાના અંબાજી મંદિર પાસેથી બિનવારસી હાલતમાં બાઈક મળતા પૂજારી દ્વારા પોલીસ ફરિયાદ
RELATED ARTICLES