પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે તા.૨૫/૦૨/૨૦૨૩ ને શનિવારના રોજ ફતેપુરા તાલુકાના આફવા PHC સેન્ટર ખાતે TB ના દર્દી ને ન્યુટ્રીશીયન કીટનુ વિતરણ કરવામાં આવ્યૂ હતું જેમા T.H.O. ડો. સુરેશ આમલિયાર, ડો. જયદીપ સોલંકી, S.T.S. નટવરલાલ પારગી અને બાબુ કલાસવા દ્વારા TB ની વિસ્તારમાં માહિતી આપવામાં આવી
જેમા TBના 12 દર્દીને દતક લઈ તેમને 6 મહિના સુધી કઠોળ, તેલ, લોટ કીટ બનાવી આપવામા આવેલ હતી જેમા ડો જયદીપ સોલંકી, ડો પ્રિયકા ધરમપાલ પુવાર, ચિરાગ નિનામા, સોનલ સુવર, પ્રદિપ ભાભોર જેમનાઓ દ્વારા કીટ આપવામાં આવી TB ના દર્દીઓને વિસ્તૃત જાણકારીઓ અને માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી