આજે ભગવાન બિરસા મુંડા જન્મજયંતી – જનજાતિય ગૌરવ દિવસના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ ખાતેથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ પોતાના મતવિસ્તાર ફતેપુરા તાલુકાની આસપુર પ્રાથમિક શાળાના પટાંગણમાંથી આ યાત્રાને પ્રસ્થાન કરાવી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાયના ચેક વિતરણ કરાયા હતા. આ પ્રસંગે પશુ નિદાન કેમ્પ પણ યોજાયો હતો. આ વેળાએ આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અંગે નાગરિકોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં સૌએ વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના શપથ લીધા હતા