દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામના પટેલ ફળીયામાં આવેલ મહાદેવ મંદિરના સામે ભાણાસીમલ પાઇપલાઇનના વાલ્વમાં હંમેશા લિકેજના પ્રોબ્લેમ થાય છે. આ બાબતે તંત્ર દ્વારા કોઈ સચોટ કામગીરી કરવામાં આવતી નથી. તેના ઉપર પાટાપિંડી કરી કામ ચલાવી લેવામાં આવે છે, જેથી થોડા જ દિવસોમાં ફરી લીકેજ નો પ્રોબ્લેમ થાય છે. બીજી બાજુ આજુબાજુના ખેતરવાળાને પણ બહુ જ નુકસાન થાય છે. જૂન મહિનાથી પાણીનો જે એર વાલ્વ છે તેને કપડાથી બાંધવામાં આવેલો પરંતુ તેનો વ્યય થઈ રહ્યો છે અને બીજી બાજુ લોકોને પૂરતું પાણી મળતું નથી. જ્યારે જૂન મહિનાથી રોજનું હજારો લીટર પાણી બરબાદ થઈ રહ્યું છે તેના લીધે લોકોની જમીન બગડી રહી છે. તો આ બાબતે તંત્ર જાગશે ખરું કે પછી કુંભકર્ણ ની નિંદ્રામાં જ રહેશે. અને પાણી પુરવઠાના માણસો આવે અને કપડાં, પૂંઠા બાંધે છે પરંતુ વેલ્ડીંગ કરતા નથી. તો આમ જ પાણીનો વ્યય થયા કરશે કે પછી તંત્ર દ્વારા કોઈ સક્રિય પગલાં ભરવામાં આવશે. તે હવે જોવાનું રહ્યું.
HomeFatepura - ફતેપુરાફતેપુરાના કંકાસીયામાં વાલ્વ લીકેજ થતા જૂન માસથી પાણીનો સતત વ્યય પરંતુ તંત્ર...