ફતેપુરા પોલીસ સ્ટેશન ગુના રજી. મુજબ કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એ.સી.ટી.કલમ ૧૩૫ મુજબ ફરિયાદી સુક્રમભાઈ મોહનભાઈ પારગી ઘુઘસનાઓને આરોપી સુરેશ પારસિંગ પારગી અને રાજેશ પારસિંગ પારગી ઘૂઘસના નવા ફળીયાનાઓએ ગત પાંચેક વર્ષ પહેલા અમો ફરિયાદી સુક્રમએ આરોપી સુરેશભાઈને ₹.૧૦,૦૦૦/- વચ્ચે રહીને માધવા ગામના દિનેશ ખેતા કટારાનાઓ પાસેથી અપાવેલ હતા આ રૂપિયા એક મહિનાના વાયદા ઉપર લેવાનું નક્કી કરે હતું. વાયદો પૂરો થતા ઉઘરાણી કરતા ખોટા ખોટા વાયદા કરતો હતો. ત્યારે અમો મારા કુટુંબી ભાઈ કાંતિલાલ માનસિંગ પારગી અને હું એમ બંને જણ અમે પૈસાની ઉઘરાણી માટે ગયેલા તો સુરેશ હાજર મળી આવેલ હતો એ પૈસાની ઉઘરાણી કરતા હાલ મારી પાસે પૈસા નથી અને તું હવે પૈસા લેવા આવતો નહીં એમ કહી બે ત્રણ ઝાપટ મોઢા ઉપર મારી દીધેલી જેથી કાંતિલાલ એ કહે કે તું ઘરે જતો રહે તો હું ઘરે આવતો હતો તેવામાં પાછળથી રાજેશ પારસિંગ અને સુરેશ બંને જણા ગાળો બોલતા બોલતા આવતા હતા અને સુરેશના હાથમાં કુહાડી અને રાજેશના હાથમાં લાકડી હતી નજીક આવતા મેં બૂમાબૂમ કરેલી પરંતુ સુરેશે મારી નજીક આવી કુહાડી ડાબી આંખ બાજુ મારી દેતા હું લોહીલુહાણ થઈ ગયેલ અને રાજેશે મને લાકડી વડે ડાબા હાથે અને કમરના ભાગે બે-ત્રણ ફટકા મારી દીધેલ આ વખતે મારો ભાઈ સુરેશ મોહન તથા મારી પત્ની દોડી આવેલા અને મને છોડાવેલો જેથી હું બચી ગયો હતો હવે પછી તને છોડવાનો નથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ઘરે જતા રહેલા મને ભાન રહેલ ન હતું મને 108 ની મદદથી દવાખાનામાં લઇ ગયેલા પ્રાથમિક સારવાર કરી દાહોદ સરકારી દવાખાનામાં લાવી આંખની અંદરની હાડકી
ફેક્ચર થયેલ છે અને ડાબા હાથે કાડા નજીક ફેક્ચર હોવાનું જણાવતા એક દિવસ માટે દવાખાનામાં ભરતી રાખેલો અને છ એક દિવસ પછી તમારે આંખનુ ઓપરેશન કરવું પડશે એમ ડોક્ટરે કહેલું બનાવનુ ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ લઈ મને આંખે ઓછું દેખાતું હોવા છતાં હું તથા મારા ઘરનાઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવેલા છીએ અને તેઓના વિરોધ ફરિયાદ આપી કાયદેસરની તપાસ થવા મારી ફરિયાદ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આરોપીએ મહેરબાન કલેક્ટર સાહેબ ના જાહેરનામાનો નો ભંગ કરી ગુનો કરેલ છે.