PRAVIN KALAL – FATEPURA
દાહોદ જીલ્લાનાં ફતેપુરા તાલુકાના ઘૂઘસમાં કાનાગરા મહાદેવ ખાતે ખૂટા અને ઘૂઘસ ગ્રામ પંચાયતના આયોજનથી મેળાનું આયોજન કરવામાં આવ્યું
કાનાગરા મહાદેવ ઘૂઘસમાં વર્ષો જુનું મહાદેવજીનું મંદિર આવેલું છે. આ એક પૌરાણિક મંદિર છે એવી સચ્ચાઈ છે કે કાનાગરા મહાદેવ અને સાલાગરા મહાદેવ બન્ને ભાઈઓ છે તેમાં કાનાગરા મેલા અને સાલાગરા ચોખ્ખા હતા એવી માન્યતાઓ છે. એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં સાચા મનથી આવી દર્શન કરી માનતા રાખવામાં આવે તો ખરેખર ભોળાનાથ તેઓની માનતા પરીપૂર્ણ કરે છે એવા ઘણા ભક્તોની માનતાઓ ભોળાનાથે પુરી કરી છે આ મંદિરની એક વિષેશતા એ પણ છે કે જે ભક્તો તેની મનતાઓ રાખેલી હોય તે પુરી થઈ જાય છે
મેળામાં લાખો લોકો આવ્યા હતા અને ધાર્મિક પ્રોગ્રામો પણ રાખવામાં આવ્યા હતા. ફતેપુરા પોલીસ પણ ખડે પગે બંદોબસ્તમાં ગોઠવાયેલી હતી અને જય ભોલેનાથના નામથી વાતાવરણ ધાર્મિકમયી બની ગયું હતું.