દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝેર, ડુંગર, કુંડા, ગઢડાના આજુ બાજુ ગામડાઓના ખેડૂતોને તૈયાર થયેલા પાકોને જંગલમાંથી જંગલી ભૂંડો ઘૂસી આવી ઉભેલા પાકનું નિકંદન કાઢી નાખે છે, સાફ કરી નાખે છે. આ બાબતે ખેડૂતોની વળતર માટેની માંગણી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ યાંત્રિક સાધનો થી ખેતી કરતા આઠ થી દસ માણસો રોકી ખેતીકામમાં લગાડવામાં આવે છે અને ૧૦૦ થી ૧૨૦ દિવસમાં પાકનો ઉતારો આવે છે ત્યાં સુધીમાં લાખોનો ખર્ચો થઇ જાય છે આ સંજોગોમાં રાજ્ય સરકાર ખેડૂતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી ઘટતી કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. ફતેપુરાના ઝેર, ડુંગર, કુંડા, ગઢડા જેવા ગામોની કુલ જમીન મળીને ૨૭૦૦ હેક્ટર જેટલી જમીનનો વિસ્તાર જંગલ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે તાત્કાલીક સર્વે કરી આ ગામોની આસપાસ ના વિસ્તારના જંગલો ફરતે પાકી દિવાલ બનાવી ઉપરના ભાગે તારની વાડ બાંધી જંગલનો ઘેરાવો કરી દરવાજો મૂકી આપી જાનવરોને જંગલમાં જ રાખી શકાય એવી રચના કરી આપે તેવી અમારા ખેડૂતોની ભલામણ છે. જેથીએ બાબતનું આવેદન સરકારની ભલામણ બાબતે ફતેપુરાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબને આપી સરકાર સુધી પહોંચાડે તેવી અમો બધા ખેડૂતોની વિનંતીપૂર્વક ભલામણ છે.