PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ ચોપડે નોંધાયેલ ગુન્હો ઈ.પી.કો કલમ 363, 366, 376, પોક્સો એક્ટ કલમ 4 મુજબ ફરિયાદણ સગીરા બેન ઉમર વર્ષ 17 આરોપી કમલેશ માનસિંગ ડામોર ઝેર ડામોર ફળીયુ, ફરિયાદી સગીરાને આરોપી કમલેશએ સમજાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યું હતું અને અવારનવાર તેના ઘરે જઈ સગીરાને પત્ની તરીકે રાખવા માટે છેતરામણી વાતો કરતો હતો પછી તે અમદાવાદ કઠવાડા મજૂરી કામ કરવા માટે જોતો રહ્યો હતો અને તા.30/12/2018 ના રોજ તેને મને ફોન કરેલો કે તું કઠવાડા આવી જા મારો હાથ ફેક્ચર થઈ ગયેલ છે અને હું દવાખાનામાં છું અને તું નહીં આવે તો હું મરી જઈશ જેથી હું તેની લોભામણી વાતોમાં આવી જઈ તેની વાત માની હું અમદાવાદ કઠવાડા તેની પાસે ગઈ તે મને કઠવાડા જીઆઇડીસીમાં લઈ ગયેલો અને એક રૂમમાં રાખેલી ત્યાં તેને મારા સાથે અવારનવાર બળાત્કાર કરેલો અને પછી કમલેશે તેના માબાપને જાણ કરતા તેના બાપુ અને કાકા મને લેવા માટે આવેલા તેમના સાથે અમો તેના ઘરે ગયેલા ત્યાંથી હું ભાગી ને મારા બાપુના ઘરે આવતી રહેલ અને બનાવની વાત કરે લી તો તેઓને જાણ થતા મારા પિતા અને મારા કાકા ફરિયાદ કરવા ફતેપુરા આવેલ અને અમોએ ફરિયાદ આપેલ છે જે ફરિયાદની તપાસ થવા મારી ફરિયાદ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે