ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે “નલ સે જલ યોજના” અંતર્ગત પાઇપલાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં પાણીના સંગ્રહ માટે પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુજરાત સરકારના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકાના ડુંગર ગામ રાજસ્થાન સરહદ પર આવેલું છે આ વિસ્તાર ડુંગરાળ હોવાથી પ્રજાને પીવાના પાણીની મુશ્કેલી પડે છે જેથી રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ઘરે-ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી યોજના શરૂ કરી છે. જેમાં ડુંગર ગામે બે સ્થળે પાણીના સંગ્રહ માટેના મોટા ટાકાનો શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કરાયું હતું. કામગીરી પુર્ણ થયા બાદ દરેક પરિવારોને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પર્વતભાઈ તાવિયાડ, ડુંગર ગામના આગેવાન મુકેશભાઈ (ટીનાભાઈ) પારગી સહિત સ્થાનિક વિસ્તારના કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.