દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે એક ડમ્પર GJ-06 XX-9261 નો ડ્રાઇવર પોતાના કબજાનું ડમ્પર ગફલત ભરી રીતે હંકારતા ઢઢેલા ગામે રોડની સાઈડમાં પલટી મારી જતા ડમ્પરમાં બેઠેલા ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ફતેપુરા તાલુકામાંથી કોઈ કામ પતાવીને ઝાલોદ તરફ જતા ડમ્પરમાં કંડકટર તરીકે બેઠેલા સુનિલભાઈ સિકલાભાઈ ભુરીયા રહે નાનિકુણી નિશાળફળિયું ઝાલોદ તેમજ ડ્રાઇવર કનુભાઈ સોમાભાઈ ભુરીયા રહે. નાની કૂણી નિશાળ ફળિયામાં ઝાલોદ બંને જણ ફતેપુરા થી ઝાલોદ તરફ પોતાના કબજાનું ડમ્પર લઈને આવતા હતા તે દરમિયાન રાત્રિના સમયે ઢઢેલા ગામે રસ્તાની સાઈડમાં ગફલત ભરી રીતે ચલાવતા ડમ્પર પલટી જતા ડમ્પરમાં બેઠેલા કંડકટરનું ડમ્પરની નીચે દબાઈ જવાના કારણે માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ડમ્પર પલટતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને બોલાવી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ ના ડોક્ટરે કંડકટરની તપાસ કરતા તેને મૃત જાહેર કરતા પરિવારને જાણ કરાતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો મૃતકના પિતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરતા ઘટના સ્થળે પોલીસ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.