દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રક્ષાબંધન નિમિત્તે ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને આંગણવાડીની બહેનો સાથેનો રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડીની બહેનોએ ધારાસભ્યને રાખડી બાંધી હતી અને ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા તાલુકાની તમામ આંગણવાડી બહેનોને સાડીની ભેટ અર્પણ કરી હતી તેમજ કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક જાણ કરવી અમો તમારી રક્ષા કરીશુ એવી માહિતી આપી હતી. તેમજ કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા તમામ બહેનો પોતાના પરિવારની રક્ષા માટે રસીકરણ કરાવે તેવી અપીલ કરી હતી. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કાર્યક્રમ રાખી ઉજવણી કરવામાં આવી હતી.
HomeFatepura - ફતેપુરાફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી, આંગણવાડીની બહેનોને આપી...
ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી, આંગણવાડીની બહેનોને આપી ભેટ
By NewsTok24
0
42
RELATED ARTICLES