દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જુદાજુદા ગામોમાં ઉત્કાસ મંડળના કાર્યકર્તા ભાઈઓ મીટીંગો યોજી. જેમાં સમાજને સાચી દિશામાં કેવી રીતે લઈ જવાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે તા.૦૩/૦૨/૨૦૨૪ ને શનિવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકે નાના બોરીદા પંચાયત પર નાના બોરીદા મોટા બોરીદા અને માનાવાળા બોરીદા ત્રણ ગામોની સંયુક્ત સમાજ સુધારણા મિટિંગ મળી. જેમાં મંડળના પ્રમુખ સરદારભાઈ, તાલુકા પંચાયત સદસ્ય વકલાભાઈ, સરપંચ શૈલેષભાઈ તથા ત્રણે ગામોના મોટી સંખ્યામાં આગેવાનો વડીલો યુવાનો હાજર રહ્યા હતા.
શંકરભાઈ કટારા દ્વારા સમાજ એટલે શું ? આદિવાસી સમાજ દિવસે દિવસે કેમ દેવાદાર બનતો જાય છે અને આપણે કયા કયા ખોટા ખર્ચાઓ કરીએ છીએ અને આ ખોટા ખર્ચા કેવી રીતે દૂર કરી શકાય તે બાબતે સમજણ આપી, સાથે સાથે સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ વગર શક્ય નથી. માટે તમામને પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે હાકલ કરી. ત્યારબાદ સરપંચ અને આગેવાનોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા.
છેલ્લે સરદારભાઈ એ સમાજને આર્થિક માનસિક અને શારીરિક રીતે કેમ પાયમાલ થયો છે અને તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય તે માહિતી આપવામાં આવી. તથા યુવાનોને વ્યસન અને ફેશન થી દૂર રહી અને શિક્ષણ મેળવવા માટે જણાવવામાં આવ્યું. ત્યારબાદ સમાજ પંચની રચના કરી અને સમિતિઓ બનાવવામાં આવી. આ સમિતિ અને સરપંચ એ આ ત્રણે ગામોમાં દારૂ અને ડીજેને સદંતર બંધ કરવાનું આયોજન કર્યું. તથા ઉત્કર્ષ મંડળે નક્કી કરેલ ધારા ધોરણનો ઉપસ્થિત સૌએ સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો.