દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પાછલાં પ્લોટમાં પ્રવેેેશ કરતા જ ઉપરવાસમાં ખાટકીઓની દુકાનો આવેલી છે. આ દુકાનોમાંથી વેરાતા ગંદા પાણીના નીકાલ માટે યોગ્ય નિકાલ ન હોવાથી તે પાણી કાયમ માટે રોડ ઉપર આવે છે અને આ ગંદા પાણીના લીધે સવારમાં દેવ દર્શન જવા માટે જૈન મંંદિરે તેમજ ત્યાંથી પસાર થતાં દરેક લોકોને આ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. વારંવાર ગ્રામ પંચાયત તેમજ સરપંચ અને રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. ટેમ્પરરી નાની નીક કરી અને પાણી વાળી દેવામાં આવે છે. તે બે થી ત્રણ દિવસ પછી પાછું હતું તેવું ને તેવું થઈ જાય છે. જેથી વહીવટી તંત્ર આ કોરોનાની બીમારીને લઇ આ બાબતે ધ્યાન દોરી કાયમી ધોરણે ઉપરવાસમાંથી આવતું ગંદુ પાણી બંધ થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે અને વગર લાયસન્સવાળા ખાટકીઓની સામે પણ પગલાં લેવાય તે યોગ્ય જણાય છે.
સમગ્ર ફતેપુરા નગરમાં બિલાડીના ટોપ જેમ વગર પરમીશને ખાટકીઓએ ચારે બાજુ દુકાનો ખોલી રસ્તા ઉપર દુકાનો ચાલુ કરી દીધેલ છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં અનેક વાર ટેલિફોનિક અને મૌખિક ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. લગે છે કે પંચાયત ના તલાટી, સરપંચ, સભ્યો દરેક કુંભકર્ણની નિદ્રામાં સુતેલા હોય તેવું જણાઈ રહ્યું છે. જોના બાબતે સત્વરે આ સમસ્યાને ઉકેલવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.