PRAVIN KALAL – FATEPURA
ફતેપુરાના પાટવેલના ભરત કલા પારગીને છેતરીને ઘરે બોલાવી ત્રણ ઈસમોએ ભેગા મળી કુહાડીના માર મારી ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ. ફતેપુરાના પાટવેલના ભરત કાલા પારગી સાંજના તેમના છોકરા વિનોદને કહેલ કે હું તારા મામાના ઘરે ગડરા કામ છે એટલે જવું છુ તેમ કહી ગયેલા અને બીજે દિવસે ઘરે ના આવતા તાપસ કરેલી ને જાણવા મળેલ કે તેઓ સરકારી દવાખાને છે જેથી અમો સરકારી દવાખાને દોડી ગયેલા તો ડોક્ટરે કહેલું કે તેઓને વધુ સારવાર માટે દાહોદ લઈ જવા પડશે જૅથી અમો સરકારી દવાખાનાની ગાડી થી દાહોદ જવા નીકળેલા ત્યારે રસ્તામાં મારા બાપુએ જણાવેલ કે હું રાતના વાડવાસ ગામે રોડ ઉપર જતો હતો ત્યારે વાડવાસ ગામની લલીબેન સોમાભાઈ પારગીએ મને તેના ઘરે બોલાવેલો હું ત્યાં ગયેલો ત્યારે લલીબેને જણાવેલ કે મારા બકરાના રૂપિયા કેમ નથી આપતો મેં કહેલું કે બે ત્રણ દિવસમાં આપી દઈશ તો મને લલીબેને ગાળો દેવાની ચાલુ કરેલી અને તેની બાજુમાં ઉભેલા હીરાભાઈ રૂમાલ પારગી એ કુહાડું લઈ મને માથા ના ભાગે મારી દિદેલ અને તેઓની સાથેના લલ્લુ કમજી પારગીએ મને લાકડીથી આખા શરીરે માર મારેલો તેવું મારા બાપુજીએ જણાવેલું અમો દાહોદ દવાખાને પહોંચેલ અને તેઓની દવા ચાલતી હતી થોડી વાર પછી ડોક્ટર સાહેબે તપાસ કરતા મરણ ગયેલ છે તેમ કહેલું આમ બકરના રૂપિયાની ઉગરાનીમાં આ ત્રણે જણા 1. લલીબેન સોમાભાઈ પારગી 2. હીરાભાઈ રૂમાલભાઈ પારગી 3. લલ્લુભાઇ કામજીભાઈ પારગી વાડવાસનાઓએ મારા બાપુજી નું છેતરી ને ઘરે બોલાવી મોત નિપજાવ્યું છે જેની ફરિયાદ મેં આપેલ છે અને આ ત્રણે આરોપીઓને પોલીસે પકડી લીધા છે વધુ તપાસ પી.એસ.આઈ. શ્રી રાઠવા ચલાવી રહ્યા છે.